દિકરો મારો લાડકવાયો હ્રદય સ્પર્શી વાર્તા

(16)
  • 10.4k
  • 6
  • 1.8k

                                      "દિકરો મારો લાડકવાયો" ગામના ચોરા ઉપર મામલતદાર સાહેબનો મુકામ હતો. ગામના ખેડૂતો, વેપારીઓ તથા ઉભડો ભેગા થયા હતા. મામલતદાર સાહેબ ગાદીતકીએ બેઠા હતા. પાસે તલાટી તથા પટેલ પણ બેઠા હતા. આજુબાજુ ખેડૂતો બેઠા હતા. વેપારીઓ પણ હતા. બે કોસના પાકા કૂવા તથા કૂંડી બાંધેલી એક વાડીની સો વીઘાની જમીન બિનવારસે જતાં આજે હરાજ થવાની હતી. વાડીમાં એક મકાન હતું. ઢોરનાં ઢોરવાડિયાં હતાં. ચાલીસ આંબાનાં ઝાડ હતાં. નાળિયેરી, મોસંબી અને ચીકુનાં પણ ઝાડ હતાં. જમીનની ફરતી દીવાલ હતી અને જમીન-માલિક શ્રીમંત માણસ હતા. તેણે શોખ ખાતર આ બધું કરેલું, પણ