રેડલાઇટ બંગલો ૪૪

(553)
  • 14.3k
  • 29
  • 8.9k

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૪ અડધી રાત્રે લાલજીને જોઇ વર્ષાબેન ગુસ્સે થયા હતા. વર્ષાબેનને તો એમ જ લાગતું હતું કે લાલજી અડધી રાત્રે તેના સ્વાર્થ માટે પોતાના દરવાજે દસ્તક મારવા આવ્યો છે. વર્ષાબેનને તેણે ખાતરી આપી ત્યારે જ ઘરની અંદર આવવા દીધો. પણ જ્યારે લાલજીએ પોતાને એઇડસની બીમારી છે અને લગ્ન કરવા માગે છે એમ કહ્યું ત્યારે વર્ષાબેનને એમ જ થયું કે લાલજીનું ફટકી ગયું છે. પણ જ્યારે લાલજીએ વર્ષાબેનનું એક રહસ્ય ખોલતી વાત કહી ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો અને ચક્કર ખાઇ પડી ગયા. લાલજીએ દોડીને તેમને સંભાળી લીધા. લાલજીને કલ્પના ન હતી કે વર્ષાબેનને પોતાની બીમારી અંગે