તમાચો - 4

(61)
  • 3.7k
  • 5
  • 1.9k

(પ્રકરણ – ૪) દરેકનાં ઘરવાળા મોબાઇલ ઉપર પોતાનાં પુત્રોનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. બધાંના મોબાઇલ સ્વીચ ઓફ આવતાં હતાં. પોલીસ સ્ટેશનમાં આજે ચાર યુવાન ખોવાયાની ફરીયાદ નોંધાઈ હતી. બીજાં દિવસે છાપામાં ગુમશુદા તરીકે એમનાં ફોટાં પણ છપાયા અને એ દિવસે જ મોનિકા કસ્વાલનો ફોટો પણ છપાયેલ હતો. શહેરનાં મુખ્ય સમાચાર તરીકે આ વાત બધાંના જુબાન પર હતી. પોલીસ હજુ મોનિકાની કોઈ ભાળ મેળવી શકી નહોતી. જુવાન છોકરાઓનું આમ અચાનક ગુમ થવું એ ચારે ઘરનાં માતા-પિતા માટે ખૂબ તકલીફ દાયક હતું. ઘરનું ગમગીન વાતાવરણ અનેક સવાલો અને કંકાસ ઉભાં કરે છે અને એવું જ થયું. દરેક ઘરમાં આરોપ પ્રત્યારોપ