નો રીટર્ન - ૨ ભાગ - ૩૭

(353)
  • 9.1k
  • 17
  • 5.6k

નો-રીટર્ન-૨ ભાગ-૩૭ આખી રાત મને ઉંઘ ન આવી. ભયાનક વિચારોનું ધમાસાણ સતત મને પજવતું રહયું. હું જે રસ્તે જઇ રહયો છું એ યોગ્ય છે કે નહીં એ જ મને તો સમજાતું નહોતું. કાર્લોસ જેવા ખૂખાંર અને શાતિર ડોન સાથે મેં “ ડીલ” કરી હતી એ બાબત ખુદ મારા માટે પણ હૈરતઅંગેજ ઘટના હતી. અનેરીનાં સાંનિધ્યે, તેને પામવાની ઝંખનાએ મારામાં ગજબનું પરિવર્તન આણ્યું હતું. એકાએક જ હું જાણે કોઇ શુરવીર યોધ્ધાની જેમ સમરાંગણ ખેલવા નિકળી પડયો હોઉં એવું અનુભવતો હતો. પથારીમાં પડખાં ફેરવતાં-ફેરવતાં હું બસ, આવા જ વિચારોનાં ચગડોળે ચડી ગયો હતો. મારે હજું અમારા દિવાન અને રાજનની ભાળ મેળવવાની