રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-6

(36)
  • 4.7k
  • 11
  • 1.6k

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-6 સમય જે રંગ દેખાડે એ જોવા બહુ અઘરા હોય છે. વિકી માટે અત્યારે એ જ રંગ જોવા ભારે થઇ રહ્યા હતા. નવા વર્ષની શરૂઆત જ આવી થઇ છે કે એના મગજમાં હકારાત્મક અને નકારાત્મક વિચારોનું વાવાઝોડું ફંટાઈ રહ્યું છે. જુના સંબંધો સૂતા હોય અને અચાનક આળસ મરડીને ઉભા થાય અને ફરી બધી જ જૂની યાદોમાં વીંટળાઈ જઈએ એમ અત્યારે વિકી વીટળાતો જાય છે.હૅલન કહી રહી હતી અને વિકી બસ ખાલી ખુલી આંખે સાંભળી રહ્યો હતો. એ જ સમયે જેકીની આંખ ખુલી અને એ હોશમાં આવ્યો એટલે તરત વિકી તેની પાસે જઈને બેઠો. 'દોસ્ત, તને કેવું લાગે છે