વિવિધ પ્રકારની ઇડલી

(45)
  • 5.4k
  • 11
  • 1.9k

ઈડલીનુ ખીરુ બનાવવા માટે હંમેશા ઝીણા ચોખા જ વાપરો. ચોખા પલાળતા પહેલાં તેને બરાબર પાણીથી ધોઈ લો. પાણીમાં ચોખા પલાળ્યા બાદ ઉપર થોડા મોથીના દાણા નાંખી દેવા. ઈડલીના ખીરા માટે છોતરા વિનાની આખી અડદ દાળ લેવી. તેને પલાળતા પહેલાં પાણીથી માત્ર એક જ વાર ધોવી. ચોખા પલાળ્યા બાદ તેને ઢાંકવાને બદલે ખુલ્લા જ રાખવા. ઈડલીનું ખીરુ થોડુ કરકરું પીસવું. અડદ દાળને પાતળી ગ્રાઈન્ડ કરવી. ખીરામાં સિંધવ મીઠુ નાંખવું. તથા તેમાં આથો લાવવા માટે હંમેશા પહોળા વાસણનો ઉપયોગ કરવો. ખીરાને સહેજ હૂંફાળી જગ્યાએ રાખવું. આથો આવીને ખીરુ લગભગ ડબલ જેટલું ઉપર ન આવી જાય ત્યાં સુધી તેનો આથો આવવા દેવો. આથો બરાબર આવી જાય પછી ઈડલી ઉતારતાં પહેલાં તેમાં થોડું દહી અને બેકિંગ સોડા મિક્સ કરવું.