સંભવામિ યુગે યુગે ભાગ ૧

(192)
  • 15.5k
  • 13
  • 8.8k

એક વ્યક્તિ બાબાની સામે હાથ જોડીને બેસી રહી હતી . બાબા જટાશંકરના હાથમાં એક કુંડળી હતી જે તેમણે ત્રીજીવાર બનાવી હતી . તેમણે હતાશા સાથે કુંડળી પાટ ઉપર મૂકી અને તે ધ્યાન માં જતા રહ્યા અને કલાક સુધી ધ્યાન માં રહ્યા. આંખો ખોલીને તેમણે સામે બેસેલી વ્યક્તિ ની સામે જોયું અને કહયું કે પુત્ર દિલીપ આ હવે પૂછ તારે શું પૂછવું હતું ? દિલીપે કહ્યું બાબા મારા દીકરાની કુંડળી બનાવવા માટે તમારી પાસે આવ્યો છું , પણ બાબા મેં જોયું કે તમે બે વાર કુંડળી બનાવીને કાગળ ફાડી નાખ્યો અને ત્રીજી વાર કુંડળી બનાવી છે તો કોઈ તકલીફ છે કુંડળી