પ્રતીક્ષા - ૧૧

(154)
  • 6.1k
  • 9
  • 2.4k

પોતાના આગવા લહેકા સાથે બંદિશ બોલી અને ફોન કાપી નાંખ્યો. રઘુ એમજ ફોન પકડી ત્યાં ખુરશી પર બેસી રહ્યો અને સામે કમ્પ્યુટર સ્ક્રીન પર ફરી રેવાના ફોટા સામે તાકી રહ્યો. તેની આંખોમાં ઉપસી રહેલી લાલ રેખાઓ તેની તકલીફ ની સચોટ સાબિતી આપી રહી હતી. તેણે આંખો બંધ કરી દીધી અને બંધ આંખોમાં એક નમણો, ચાળીસી વટાવેલો સહેજ ભીનેવાન સ્ત્રીનો ચેહરો તેની સામે તરવરી રહ્યો... તે કમર સુધી લહેરાતા લાંબા સીધા કેશ વાળી સ્ત્રીનો રંગ બહુ ગોરો તો નહિ પણ દુધમાં ભેળવેલા ચંદન જેવો હતો. માછલી જેવી ગ્રે કલરની સમર્પણથી ભરપુર આંખો, એકદમ તીક્ષ્ણ નેણ નક્શ અને પરવાળા જેવા હોઠ અનાયાસે જ રઘુને પોતાની પાસે ખેંચી રહી હતી. ગજબ આકર્ષણ જન્માવી રહી હતી