કેબલ કટ - પ્રકરણ ૨૯

(103)
  • 2.8k
  • 5
  • 1.4k

ખાન સાહેબે ઇન્સપેક્ટર નાયકને હાબિદની ડીટેલ અને બબલુના કેસની ફાઇલ લઇને કમિશ્નર ઓફિસ તાબડતોડ પહોંચવા કહ્યું. ખાન સાહેબ પણ ફટાફટ તૈયાર થઇ કમિશ્નર ઓફિસ પહોંચે છે. કમિશ્નર ઓફિસ પહોંચી તેમણે ઇન્સપેક્ટર નાયક પાસેથી ફાઇલ લઇ મીટીંગ રુમમાં પહોંચે છે. એટીએસની ટીમના સ્પેશિયલ ઓફિસર ડીવાયએસપી કુંપાવત આવી પહોંચે છે અને તેમને જોઇને ખાનસાહેબ કંઇક વિચારતા હોય છે. કમિશ્નર સાહેબને ગુડ મોર્નિંગ કહી ડીવાયએસપી કુંપાવત બોલે છે, કેમ છો એમ એમ ખાનસાહેબ? ગુડ મોર્નિંગ સર. કહી ખાન સાહેબે તેમની સાથે હાથ મિલાવ્યો. કમિશ્નર સાહેબ એમ એમ ખાન અને ડીવાયએસપી કુંપાવતને જોઇ રહ્યા હતા ત્યારે ખાન સાહેબ તેમની સામે જોઇને બોલ્યા, સર, અમે થોડા વર્ષ પહેલા એક રાયોટીંગના કેસમાં સાથે રહીને તપાસ કરીને કેસ સોલ્વ કર્યો હતો.