શ્યામવર્ણભૂમિફૂલોથી મહેકતા બાગમાં સ્વેતઅશ્વ પર સવાર એક રાજકુમારને મારી તરફ આવતા હું સ્વપ્નમાં જોતી અને ખુશ થઈ જતી! પણ એ ખુશી વધું સમય ન રહેતી. સવારમાં તૈયાર થવા અરીસા સામે ઉભી રહી પોતાના શ્યામવર્ણને જોઈ એક નિસાસો નાખી મનો-મન કહેતી "કાજલ" સ્વપ્ન ક્યારેય સાચા પડતા નથી." પણ મને એક વાત પર વિશ્વાસ હતો, જોડીઓ ઉપરવાળો બનાવે છે. મારા માટે પણ કોય એક ક્યાંક જરૂર હશે.! બસ એના એક સંકેતની હું રાહ જોઈ રહી હતી. અને મને એ સંકેત મળી ગયો. જુલાઈ મહિનાની ઢળતી સાંજે પ્રેમ તરસતી ધરતી પર મેઘો અપાર પ્રેમ વરસાવી રહ્યો