કયો લવ ? ભાગ (૪૭ ) “નીલ હવે તો તમે ખુશ છો ને !! મેં તમારી સાથે જ લગ્ન કરી લીધા.” “પ્રિયા તું મારી સાચી છે સાચી.....પ્રિયા તું મારી સાચી...સાચી...સાચી...!!” પ્રિયાની ચારે તરફ ફરતો નીલનો ચિલાવી ચિલાવીને સંભળાતો પડઘો કાનમાં દૂરથી આવી રહ્યો હોય તેમ દેખાતું હતું. નીલ તેનો હાથ પકડીને કોઈ અલગ જ દુનિયામાં અદ્શ્ય થઈ રહ્યો હોય તેમ દેખાઈ રહ્યું હતું. તે હાથ છોડાવીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ બધું વ્યર્થ હતું. “પ્રિયા ઉઠ !! પ્રિયા ...!! અરે આદિત્યનું એકસીડન્ટ થયું છે. પ્રિયા..!!” બોર્ડની લાસ્ટ પેપરની એક્ઝામ આપીને થાકીને ગાઢ નિંદ્રાનાં સપનામાં સરી પડેલી પ્રિયાને દૂરથી