મારી સ્થિતિ તો બલીના બકરા જેવી થઈ ગઈ હતી. કોને સાચવવા કોને નહીં કાંઈજ સમજાતું નહોતું. આવીજ મનોસ્થિતી અને અવઢવ માં હું તૈયાર થવા લાગ્યો. મેં તૈયાર થઈને વિશ્વા ને ફોન કર્યો. વિશ્વા એ કહ્યું કે સાડા સાત વાગે મળવાની વાત થઈ હતી એટલે એ નીકળી ગઈ હતી. એણે મને ફટાફટ નીકળવાનું કહ્યું. હું ગાડી લઈને કારગિલ જવા માટે નીકળ્યો. થોડો લેટ થઈ ગયો હતો એટલે ખબર જ હતી કે આજે ફરી વિશ્વા મારો વારો લઈ લેશે. ટ્રાફિક હતો એટલે થોડી વધુ વાર લાગી. વિશ્વા આતુરતા થી મારી રાહ જોતી ઊભી હતી. એ રાતની રોશનીમાં ખુબ જ સુંદર લાગતી હતી. જેવો ગાડી લઈ ને હું નજીક પહોંચ્યો કે બેસતા પહેલાજ મારી ઉપર તુટી પડી. મારે એને કહેવું પડયું કે