અ રેઇનબો ગર્લ પાર્ટ - 3

(61)
  • 3.4k
  • 7
  • 1.7k

અ રેઇનબો ગર્લ પાર્ટ-3      રાજસ્થાન જવાનું નક્કી કરી બધા ફ્રેન્ડ્સ છુટા પડ્યા, હસ્તિ મને હોટેલ સુધી મૂકી ગઈ. મેં તેને બીજા દિવસે વહેલા આવી જવા કહ્યું કારણ કે મારે શોપિંગ કરવા જવું હતું, રૂમ પર આવી ફ્રેશ થઈ અને હું બેડ પર સુઈ ગઈ.         બીજા દિવસે હું અને હસ્તિ આખો દિવસ બધા મોલમાં ફર્યા અને મારા માટે શોપિંગ કરી, રાજસ્થાનમાં તડકો વધુ પડતો હોવાથી મેં શોર્ટ્સ કરતા જીન્સની ખરીદી કરી અને તેને મેચિંગ ટોપ લીધા, સ્કાર્ફ લીધા અને થોડી ઇમિટેશન જ્વેલરી પણ ખરીદી.બધી ખરીદી પતાવી બહાર જ ડિનર કરી હું અને હસ્તિ હોટેલ પર આવ્યા,