સમિરે ભીતર પ્રવેશી દિવ્ય સુકૂનની અનુભૂતિ કરી.ઓલિયા પીરની કબર પર ગ્રીન ચાદર ફૂલોથી ઢંકાઇ ગયેલી.મોગરો અને ગુલાબની સુવાસથી વાતાવરણ મધમધી ઉઠ્યુ હતુ.સમિરે જિયાના કહ્યા મુજબ ચાદર ચુમી.બે હાથ ઉઠાવી પોતાની સલામતી માટે દુવા કરી..પછી કબ્રની સામે તરફ એ ગયો.ત્યાં કોર્નર પર ફર્શ સાથે બે ફૂટ જેટલો લોઢાનો દરવાજો હતો. કોર્નરની દિવાર પર ડોરબેલ સ્વિચ હતી.સમિરે એને બે ત્રણ વાર પુશ કર્યુ.દરવાજો ભીતર તરફ ખુલ્યો.સમિર આંખો ફાડી ફાડી જોતો રહ્યો.ભીતરથી લોબાનની ધુમ્રસેરો બહાર આવી રહી હતી.અંદર અંધકાર સિવાય કઈ નજરે નહોતુ પડતુ.એવામાં એક હાથ બહાર આવ્યો અને એક નાની બોટલ મૂકી અંધકારમાં વિલુપ્ત થઈ ગયો.સમિર એ બોટલ સાથે ઝડપી બહાર