(પ્રકરણ – ૩) મોનિકાના હજુ સુધી કોઈ સમાચાર મળ્યાં નહોતાં. મોનિકા જીવે છે કે નહી એ પણ એક સવાલ હતો. દર મહિને એનાં ગુમ થયાના ફોટાં છાપામાં છપાતાં હતાં. મોનિકાના ફોટાં જોઈ એ ટોળકી પરેશાન હતી કે મોનિકા જીવતી હોત તો ઘરે પાછી ફરી હોત. જો મરી ગયી હોય તો એની લાશનું શું ? જો ઘરે પાછી ફરી નથી તો શું એણે આત્મહત્યા કરી હશે ? એમણે ચોરી છુપીથી કિલ્લાના એ ભોયરામાં જઈ તપાસ કરી પણ ત્યાં કંઇ નહોતું પણ તેઓ કોઈના કેમેરા અને નજરમાં કેદ થઇ ગયાં હતાં. લાંબા સમય બાદ નિશ્ચીંત થઇ તેઓ ધીરે ધીરે અડ્ડો જમાવી રહ્યાં