માતૃહૃદય

(47)
  • 5.1k
  • 7
  • 1k

"તુને ઑરો કે ગમ કહા દેખે હે અભીહર બાર અપની તકદીરપે કયું રો પડતા હે?હજારો એસે ભી હે યહા દોસ્તજીનહે હજારો ઠોકર ખાકે જીના પડતા હે" હું છેક જ મોજીલો માણસ. કપડાં, હેરસ્ટાઇલ, વરુમમમમમમમ બાઇક, એય ને ભાઈબંધો સાથે ફરવાનું, જવાની...... મદમસ્ત જવાની...... કોઈ ભાન વગરનો..... બેજવાબદાર છોકરો..... બાપનો એકનો એક દીકરો...."જલસાની જિંદગી આપડી તો..... દુઃખ કેવા હોય?"..... બસ આજ મારું વાક્ય હોતું. કોલેજના બે વર્ષ તો ક્યાં ઉડી ગયા ખબર જ ન પડી.એ સમયે હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો. હું મારું એજ સુંદર સુખી જીવન જીવતો હતો અને અચાનક પપ્પાની તબિયત લથડી ગઈ. હોસ્પિટલમાં ભરતી રાખવા પડ્યા..... પંદર દિવસની