રસોડાની રાણીની ટિપ્સ - મિતલ ઠક્કર દાળ બાફતી વખતે અંદર ચપટી હળદર અને થોડાં ટીંપાં બદામનું તેલ નાખવાથી દાળ જલદી બફાઇ જશે અને ટેસ્ટી પણ બહુ બનશે. એક કિલોગ્રામ સાધારણ ચાની ભૂકીમાં ૨૫૦ ગ્રામ લાંબી પાંદડાંવાળી ચા મિક્સ કરીને રાખો. ચાનો સ્વાદ એકદમ વધી જશે. ટેસ્ટફૂલ ગ્રેવી બનાવતી વખતે જો ટામેટાં ખૂટી પડે તો ટોમેટો કેચઅપ ઉમેરવાથી ગ્રેવી એવી જ સ્વાદિષ્ટ બની શકશે. મધ ટકાઉ હોય છે. તે લાંબા સમય સુધી સારું રહે છે. જો તેને ફ્રીઝમાં રાખવામાં આવે તો તે ઠરી જાય છે અને વાપરવામાં પ્રતિકૂળ પડે છે. તેથી તેને બહાર જ એટલે કે રસોડામાં