જયારે જયારે પણ કોઈ બાળપણની વાત નીકળે કે દિવાળી આવે ત્યારે મારા પપ્પા આ વાત અચૂક કહે, આ વાત તે સમયની થોડીક દીવાળી ઓની છે જયારે હું સાતેક વર્ષની હોઈશ. સંત્રાંત પરિક્ષાનું રીઝલ્ટ આવવાની સાથે જ મારી દિવાળી શરુ થઈ જતી, (તે સમયે સરકારી પ્રાથમિક શાળાઓમાં બે ફરજીયાત પરિક્ષા લેવામાં આવતી, દિવાળી વેકેશન પહેલા સત્રના અંતે લેવાતી સંત્રાંત અને વર્ષના અંતે વાર્ષિક) કારણકે હું હંમેશા પ્રથમ નંબરે જ પાસ થતી અલબત એ સમયે ભણવું એ મારી એકમાત્ર મને અત્યંત પ્રિય એવી હોબી હતી. મારો ભાઈ ફટાકડા ફોડવાનો અત્યંત શોખીન, અને મારો પહેલેથી જ અત્યંત બીકણ સ્વભાવ. છતાં પણ પપ્પા જ્યારે