અને હું અને Harsh અમારા result જોવા ગયા. ત્યાં સામે એક છોકરી સામે મળી મારા ક્લાસ ની એને મને congratulations કીધું. અને ચાલી ગઈ. અમને એનું નામ નહોતી ખબર. અમે વિચારવા લાગ્યા શું થયું એને. notice board પર હજુ ભીડ હતી. અમુક લોકો મારા તરફ ગુસ્સા થી જોઈ રહ્યા હતા. અમુક લોકો congrats કહી રહ્યા હતાં. તો અમે result જોયું તો મારો ફર્સ્ટ રેંક હતો. મને એટલી નહોતી ખબર કે class માં બધા આટલા ડફોળ હશે. સેકંડ રેંક પણ મારા ટોટલ કરતાં 30 marks પાછળ હતો. મને તો પણ ખુશી ના થઈ. જેનાં વિચારો ના લીધે ફર્સ્ટ આયો એ જ ના મળે તો ફર્સ્ટ રેંક નકામો છે એવું મારું માનવું હતું. બધી branch માં તો હું જાણીતો થઈ ગયો પણ જેને મારે જાણવી હતી તે જ નહોતી.