મંગલ - 8

(57)
  • 3.9k
  • 3
  • 1.9k

જંગલમાં કેટલાય સમયથી કેટલીય આપત્તિઓનો સામનો કરી રહેલા મંગલ અને તેના સાથીઓ જંગલની આ સુંદરતા જોઇને મુગ્ધ થઈ ગયા. ચારેકોર નીરવ શાંતિ. વચ્ચે પક્ષીઓનાં કલબલાટ અને પવનથી વૃક્ષોનાં પાંદડાઓનો આવતો અવાજ. આ સુંદરતાને પોતાનામાં સમાવી આઠેય સાથીઓ સંગાથે ચાલ્યા જાય છે. અરસપરસ અવનવી વાતો અને પોતાની વાતો કરતાં આગળ વધી રહ્યા છે. અમુક અંતરે વિસામો લઈને બધા આગળ વધી રહ્યા હતા. ચારે બાજુએ વૃક્ષોની ઘટાદાર છાયા હોવાથી તડકાને ખાસ અવકાશ ન હતો. મંગલને જખમને કારણે અમુક અંતરે થાક ખાવો પડે એમ હતો. આથી નક્કી કરેલ અંતર કરતાં થોડું ઓછું અંતર કપાઈ રહ્યું હતું. માત્ર દસેક દિવસની ઓળખાણમાં બધા એકબીજાની ખૂબ નિકટ આવી ગયા હતા.