પ્રતિક્ષા - ૧૦

(159)
  • 4.8k
  • 5
  • 2.2k

“હેલો ઉર્વીલ...” સુકા રણમાંથી આવતો હોય તેવો એક સાવ ખાલી શૂન્યમાં પડઘાતો અવાજ સાંભળી ઉર્વીલની જુકેલી નજરો ઉપર ઉઠી.સાવ નિસ્તેજ એવા શૂન્ય ભાવ, ઘણું બધું એકસાથે કહી જાતું સ્મિત અને ઉર્વીલ જેવી જ ભાવવાહી બદામી આંખો જોઈ ઉર્વીલ ક્ષણભર સ્થિર થઇ ગયો. ઉર્વાને શું પ્રતિક્રિયા આપવી તે હજી તે સમજી જ નહોતો શકતો. જે પિતૃત્વની પળ માટે તેણે આજીવન વલખા માર્યા હતા તે આજે તેની સામે હતી. તેની દીકરી, રેવા અને ઉર્વીલની ઉર્વા તેની સામે હતી પણ તેની પાસે કહેવા માટે શબ્દો જ નહોતા અત્યારે.તે બસ જોઈ રહ્યો ઉર્વાને...“ઉર્વીલ અંદર આવશો કે અહીં જ વાત કરશો બધી??” હસીને ઉર્વાએ કહ્યું