ઈરફાનને લાગ્યું કે મિસ્બાહ થોડી નારાજ છે એટલે એને લેપટોપ બંધ કર્યું અને થોડીવાર આયત અને પિતાજી અનવરભાઈ સાથે વાતો કરવા લાગ્યો. મિસ્બાહ પણ પોતાના કામે લાગી. આયત પોતાનું સ્કુલ બેગ લઈને આવી અને ઈરફાન એને હોમવર્ક કરવામાં મદદ કરવા લાગ્યો. ઘરમાં થોડા સમયબાદ માહોલ નોર્મલ થયો. મિસ્બાહના ચહેરા પર પણ સ્માઈલ આવી. અઠવાડિયું પસાર થયુ રવિવાર આવ્યો. આકીબનો વોટ્સઅપ પર મેસેજ આવ્યો. એસ.જી. હાઇવે પર આવેલા ખેતલા આપા ચોકમાં મળવાનો પ્લાન બનાવ્યો. સાંજે ઈરફાન રેડી થઈને નીકળ્યો. ખેતલા આપા ચોકના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી ત્યાં જ ડબલ સ્ટેન્ડ કરીને બેઠો. આકીબ પણ થોડા સમયમાં ત્યાં પહોંચ્યો. આકીબને