# સ્વપ્ન નગરી મુંબઇ અહી રોજ હજારો લોકો પોતાના એક સ્વપ્ન સાથે આવે છે. કોઈના પુરા થાય છે, તો કોઈના અધુરા રહી જાય છે.ગુજરાતનો એક યુવાન મનોહર પત્ની અને એક વર્ષની દિકરી કાવ્યા સાથે આજથી પચ્ચીસ વર્ષ પહેલાં મુંબઈ આવ્યો હતો. કાપડના નાના શોરૂમથી પોતાના સ્વપ્નની શરૂઆત કરી હતી. કોઈ પ્રિયતમાં પોતાના મનનાં માંણીગરને બાહોમાં સમાવી લેવા થનગની રહી હોય તેમ 'મનોહરને મુંબઈએ પોતાનામાં સમાવી લીધો હતો. ગુજરાતથી આવેલ યુવાન મનોહર આજે મુંબઇનો મનોહર શેઠ બની ગયો છે. પાંચ પાંચ કંપનીઓનો માલિક, પોલિટિક્સમાં પ્રસિદ્ધ અને સ્ત્રીઓના હક્ક, સન્માન માટેના કામોના લીધે મનોહર શેઠનું નામ સમાજમાં ઈજ્જત અને સન્માનથી લેવાય રહ્યું હતું.કાવ્યા,