ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 19

(81)
  • 3.6k
  • 7
  • 1.5k

19. ખડક બીજી સવારે, સૂર્ય માથા પર આવી ગયો ત્યારે, તે સૌ જાગ્યા અને પોતપોતાની સુંવાળી પથારી પરથી બેઠા થયા. પવન દક્ષિણ તરફથી ફૂંકાવા લાગ્યો હતો. જિપ લગભગ અડધી કલાક સુધી પવન સૂંઘતો રહ્યો, પછી ડૉક્ટર પાસે ગયો અને પોતાનું માથું નકારમાં ધુણાવ્યું. તેણે કહ્યું, “હજુ પણ છીંકણીની વાસ આવતી નથી. હવે પવન પૂર્વ તરફથી ફૂંકાય એની રાહ જોવી પડશે.” બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પૂર્વી પવન ફૂંકાવો શરૂ થયો પણ હજુ ય કૂતરાંને છીંકણીની વાસ ન આવી. હવે, નાનો છોકરો ખૂબ હતાશ થઈ ગયો હતો. તે જોરજોરથી રડવા લાગ્યો. રડતાં-રડતાં તે બબડી રહ્યો હતો, “મામા તમે