અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૩

  • 2.6k
  • 2
  • 1.2k

પ્રકરણ ૩ શેઠ શ્રી સિધ્ધાર્થભાઈ ૩ . अ આનાથી વધુ મુશ્કેલી નહિ પડે. વલસાડ -ધરમપુર- દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી. જુન-જુલાઈમાં વરસાદ ૮૦ થી ૧૦૦ ઈંચ જેટલો વરસાદ પડે. ૧૫ મી જુલાઈ ૧૯૫૬ ને દિવસે વલસાડ સ્ટેશને ઉતર્યો. તે વખતે ટ્રાન્સપોર્ટની આજના જેવી સુવિધા નહોતી. એસ.ટી. ની એક બસ સવારે વલસાડથી ૦૭-૦૦ વાગે અતુલ જાય તેમાં સવારે કામ કરતા કર્મચારીઓ અતુલ જાય અને રાત પાળીમાં કામ કરતા કર્મચારીઓ તેમાં વલસાડ પાછા આવે અને તે જ પ્રમાણે સાંજે ૦૫-૦૦ વાગે વલસાડથી અતુલ જાય તેમાં સાંજે ઑફીસના કર્મચારીઓ પાછા વલસાડ આવે. આ સિવાય ટાન્સપોર્ટનું બીજું કોઈ સાધન ન મળે. ઑટો રીક્ષાનો જન્મ