જીવીડોશી નો ડંગોરો

(32)
  • 3.7k
  • 5
  • 921

"જીવીડોશી નો ડંગોરો"" ડોહી માં... આ તમારો ડંગોરો હવે મુકો..""મારા રોયા... તને મારો ડંગોરો હું લેવા નડે સે..""માડી મને નહિ નડતો આતો એના વજનથી તમે આખા નમી પડ્યા એટલે કીધું..બાકી મારે હું પડી""તે ઉંમર થાય તો નમીએ તો ખરા ને...અને ઇ તને ન ખબર પડે આ'તો અમાર મરણમૂડી સે.."ગામના છોકરાઓ જીવીડોશી સાથે રમત કરતા રહેતા ને જીવીડોશીની ડાંગ વિશે મસ્તી કરતાં રહેતાં.  જીવી ડોશી ઉંમરના લીધે ખૂંધ નીકળી ગયેલી પણ એ ગામમાં જ્યારે નીકળે ત્યારે તેની સાથે એક મોટી,જાડી, મુઠ વાળી ડાંગ લઈને નીકળે. જીવી ડોશી અને તેના ઘરવાળા રૂડાબાપા એ એની જુવાનીમાં ગામમાં લોકોની ખૂબ મદદ કરેલી. જીવી અને