નથણી ખોવાણી - પ્રકરણ - ૬

(119)
  • 5k
  • 5
  • 2.3k

સવારે જ્યારે આકાંક્ષા ની આંખો ખુલી અને કાંડા ઘડિયાળમાં જોયું તો છ વાગી ગયા હતા. જલ્દી થી બાથ અને શેમ્પૂ કરી તૈયાર થઇ ગયી. અને અમોલ ને ઉઠાડી બિન્દી લગાવવા ડ્રેસિંગ ટેબલ આગળ ગઈ. લાલ રંગ ની સાડી માં સજ્જ અને ભીનાં ટપકતાં વાળ માં આકાંક્ષા ખૂબ જ મોહક લાગતી હતી. અમોલ સહેજ વાર આકાંક્ષા ને જોઈ રહ્યોં. આકાંક્ષા ની નજર અમોલ પર પડી, મીઠા સ્મિત સાથે બોલી, ચલો ! મોડું થઈ જશે? જવું જરૂરી છે? અમોલે અનિચ્છા દર્શાવતા કહ્યું. હા , ! કુળદેવી પગે લાગવા તો જવું જ પડે ને? અને પછી ક્યારે જાશું ? કાલે તો આપણે મુંબઈ અને પછી સિંગાપોર જાશું.! આકાંક્ષા એ કહ્યું.