મનસ્વી - ૩

(99)
  • 6.5k
  • 6
  • 4k

એક્ટીવાને એક બેકરી પાસે પાકૅ કરીને મનસ્વી અંદર ગઈ. મનમાં આવી અને દેખાઈ એવી કેટલીય વસ્તુઓ એણે ખરીદી લીધી. પૈસા ચૂકવી, બહાર આવીને એક્ટીવા સ્ટાટૅ કર્યું. સાંજનો સમય હતો. ટ્રાફિક વધારે હતો. રેડ સિગ્નલ પાસે એક્ટીવા રોકીને એ વિચારવા લાગી, આજે ચોક્કસ સ્તુતિને એનું ફેવરિટ ડીનર કરાવતાં પ્રેમથી વિશ્વાસમાં લઇને ચર્ચા કરી જ લઇશ. સ્તુતિથી વધારે મારે આ દુનિયામાં કાંઇ જ નથી એના મનને જાણીને પછી જ આગળ વધીશ. સિગ્નલ બદલાયું અને મનસ્વી આગળ વધી. કોઈ કારણથી રોડ બ્લોક હતો તેથી એક્ટીવાને ટનૅ મારી બીજા લાંબા રસ્તા પર નીકળી. આજે સ્તુતિ પાસે પહોંચવાની અદમ્ય આતુરતા હતી અને વિલંબ થતો હતો. ભાઈને ઘેરથી સ્તુતિને લઇ જલ્દીથી ઘરે જવું હતું.