અ રેઇનબો ગર્લ પાર્ટ-2

(66)
  • 3.8k
  • 12
  • 2k

અ રેઇનબો ગર્લ - 2(ત્રણ કલાક પહેલાં)“મૉમ, હું એરપોર્ટ પર છું. કેમ તું મને લેવા ન આવી?” મેં ગુસ્સો કરતા કહ્યું. તેની આજુબાજુ ઘોંઘાટ હતો, વાહનોના હોર્નનો અવાજ આવતો હતો.“તું હવે નાની નથી, જાતે પણ આવી શકે છે અને એટલા માટે જ તને અહીંયા બોલાવી છે, તું એક વાર રેખાબેનને સાંભળ અને કંઈક શીખ તેમાંથી”“મૉમ હું બાવીશ વર્ષની છું અને મને બધી જ ખબર પડે પણ તમારા મગરમચ્છ જેવા આંસુને લીધે અહીં આવી છું યાદ રાખજે” મૉમ એરપોર્ટ પર ના આવી એટલે મને ચીડ ચડતી હતી.“હવે હોટેલનું નામ આપીશ કે હું આમ જ ભટકતી રહું?” મેં ઊંચા અવાજે કહ્યું.“હોટેલ રિવરફ્રન્ટ,