સંબંધો ની સમજણ

(34)
  • 3.6k
  • 10
  • 973

રાત્રે બધા જમીને સીટીંગ રૂમમાં બેઠા હતા સંગીતા ને જયેશભાઇ બન્ને ભાર્ગવભાઇ ના ફોન પરથી વાત કરતા હતા કે આપણે તપાસ કરાવીએ પછી છોકરા છોકરી એક બીજાને પસંદ કરેતો વાત ને આગળ વધારીએ. મધુરીમાં ને તો વાત સાભળી ને મન માં ખુશીઓ ને દીલમાં ધડકન તેજ થવા લાગી. ઘરના બધા સુઈ ગયા પણ મધુ ને આજે ઊંઘ આવતી નતી તેતો ખુલ્લી આંખે સપના જોતી હતી ને વીચારતી હતી કે મારો રાજકુમાર કેવો હશે, મને પસંદ કરશે કે નહીં? વીચારમાં કયારે સવાર પડી ગઈ ખબર ના પડી. જયેશભાઇ આજે કામ પર વહેલા આવી ગયા કેમકે તેમને મયંક વીષે જાણવા તેમના હેતુ મીત્રો ને ફોન કરવો હતો. જયાં દીકરી વળાવવી હોય તેની તપાસ તો કરવીજપડે ને.