ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 18

(84)
  • 4k
  • 4
  • 1.5k

લગભગ એક કલાક પછી તે નાનકડું પક્ષી છ અલગ અલગ ગરુડ સાથે પાછું ફર્યું. તેમાં એક કાળું ગરુડ, એક સોનેરી ગરુડ, એક માછલી ખાતું ગરુડ, એક અલાસ્કામાં જોવા મળે તેવું ગરુડ, એક ગીધ જેવું ગરુડ અને એક દરિયા પર જોવા મળતું સફેદ પૂંછડીવાળું ગરુડ હતું. તે છએ ગરુડ પેલા ખારવાના ભાણીયા કરતા બમણી ઊંચાઈના હતા. તે બધા જહાજની રેલિંગ પર બેસી ગયા. જાણે મજબૂત ખભાવાળા સૈનિકો શિસ્તબદ્ધ, શાંત અને અક્કડ થઈને ગોઠવાયા હોય એવું લાગતું હતું. તેમની અદ્ભુત કાળી આંખો સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી. તેઓ આમ તેમ નજર ફેંકતા ચારે બાજુ જોઈ રહ્યા હતા. ગબ-ગબ તો તેમને જોઈને જ ગભરાઈ ગયું અને પીપ પાછળ જઈને સંતાઈ ગયું.