ભેદી ટાપુ - 10

(357)
  • 15.2k
  • 47
  • 9.6k

થોડી મીનીટોમાં ત્રણેય શિકારી ભડભડ બળતા અગ્નિ સમક્ષ આવી પહોંચ્યા. પેનક્રોફટ વારાફરતી કપ્તાન તથા ખબરપત્રીના મુખ સામે જોવા લાગ્યો.તેના હાથમાં કેપીબેરા હતું. તે કંઈ બોલતો ન હતો. “આવો, પેનક્રોફટ!” સ્પિલેટે ખલાસીને આવકાર આપ્યો. “આ દેવતા કોને સળગાવ્યો?” પેનક્રોફટનું આશ્ચર્ય હજી શમ્યું ન હતું. “સૂરજે.” સ્પિલેટે જવાબ આપ્યો. સ્પિલેટની વાત સાચી હતી. સૂર્યની ગરમીથી આ દેવતા સળગ્યો હતો. ખલાસી આ વાત માની શકતો ન હતો. તેણે હાર્ડિંગને પ્રશ્ન ન પૂછ્યો. “તમારી પાસે આગિયો કાચ છે?” હર્બર્ટે હાર્ડિંગને પ્રશ્ન પૂછ્યો.