એક્ટર ભાગ 12. (અંતિમ પ્રકરણ)

(72)
  • 3.7k
  • 4
  • 1.7k

એક્ટર ભાગ 12. (અંતિમ પ્રકરણ) બાઈક પાસે ઉભા ઉભા મારું હૃદય જોરજોરથી ધબકી રહ્યું. જાણે બંધ થવાની તૈયારીમાં હોય એવા સિગ્નલ આપવા લાગ્યું, પણ મારે આ એક્ટિંગ કેટલો સમય ચાલુ રાખવાની? શૈલી ખરેખર લંડન ચાલી જશે? હું મારી હૈયા વરાળ નહી ઠાલવી શકું?ટેવાઈ ગયો! એક્ટિંગ કરી કરીને એક બીબામાં ઢળી ગયો, મારાથી એક્ટિંગ સિવાય કશું થાય એમ નથી! કદાચ હું વધારે પડતો ઔપચારિક થઇ ગયો છું. કદાચ શૈલીને ક્યારેય ખબર નહિ પડે કે હું એને પ્રેમ કરું છું? ક્યારથી? આવા ઘણા બધા સવાલોએ મને ઘેરી લીધો હતો. બસ મારા ઈરાદાઓ ઈચ્છાઓ ચકનાચૂર થવાની તૈયારીમાં હતું. મારી