ડ્રેસિંગ ટેબલ ભાગ ૧૦ ( અંતિમ પ્રકરણ)

(122)
  • 3.4k
  • 13
  • 1.7k

    સુયૉસ્ત થઈ ગયો હતો. બીરજુ ના ઘરે રાકેશ, સુમિત અને બીરજુ આશ્વર્ય થી જયમલ સામે જોઈ રહૃાા.બીરજુ એ ઘર ની લાઈટ ચાલુ કરી. જયમલ એ પોતાના આંસુ લુછયા. સુમિત બોલ્યો," શું રાજકુમારી રૂપા નુ બાળક જીવિત હતું? તે અત્યારે ક્યાં છે? શું થયું તેની સાથે ?"      જયમલ એ રૂપા ના બાળક ની જે વાત કરી તે સાંભળી ત્રણેય ચોંકી ગયા. જયમલ એ પોતાની પેટી માંથી એક ફોટો કાઢ્યો. જે જોઈ સુમિત અને રાકેશ ની આંખો ફાટી ને ફાટી રહી ગઈ.        સુમિત બોલ્યો," જયમલજી, તમે અને બીરજુ મારી સાથે ચાલો. તમે જ મારી મદદ કરી શકો છો.