ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-25

(130)
  • 5.3k
  • 8
  • 3k

શક્તિસિંહ ક્યારનો બનેવી પૃથ્વીરાજસિંહના ઘરમાં થઇ રહેલી વિધી વાર્તાઓ જોઇ સાંભળી રહેલો એ ક્યારનો ઊંચો નીચો થઇ રહેલો. એ પૃથ્વીરાજસિંહની બરાબર બાજુમાં જ બેઠેલો હતો. એટલે એ તરત ઉભો નહોતો થઇ શકતો એને ક્યારની ફોન કરવાની ચટપટી હતી ક્યારે અહીથી ઉભો થઉં અને બહાર જઇને તરત મદનસિંહને ફોન કરવો હતો. એટલામાં મોહીનીબાએ ઇશારો કરી શક્તિસિંહને બોલાવ્યો અને મહેમાનોની જમવાની વ્યવસ્થા ગોઠવવા કહ્યું હા આવ્યો કહીને તરતજ ઉઠી ગયો. પૃથ્વીરાજસિંહને કહ્યું "હું જરા આ લોકોની જમવાની વ્યવસ્થા જોઇને આવું " એમ કહી ઉઠીને અંદર ગયો જમવાની વ્યવસ્થાની ઉપર ઉપર નજર નાંખીને તક ઝડપીને તરતજ પાછળનાં દરવાજાથી બહાર નીકળીને મદનસિંહને ફોન