17. ખટપટીયા માછલી... દરવાજો તોડવા માટે કુહાડી શોધવામાં આવી. પછી, ડૉક્ટરે કુહાડીના ફટકા મારી દરવાજામાં બાંકું કરી નાખ્યું. બાંકું, હાથ-પગ ટેકવી અંદર જઈ શકાય તેવડું મોટું હતું. ડૉક્ટર અંદર ગયા. પરંતુ ત્યાં એટલું અંધારું હતું કે થોડી વાર સુધી ડૉક્ટરને કંઈ ન દેખાયું. છેવટે તેમણે માચીસ કાઢી દિવાસળી સળગાવી. ખૂબ નાના કહી શકાય તેવા તે રૂમમાં એક પણ બારી ન્હોતી. છત પણ ખૂબ નીચી હતી અને ફર્નિચરના નામે ફક્ત એક ટેબલ હતું. રૂમની તમામ દીવાલને અડકીને મોટા પીપ ગોઠવાયા હતા જેને તળિયા સાથે જડી દેવામાં આવ્યા હતા. વહાણ ચાલે તો તે ગબડી ન પડે એટલા માટે આવી વ્યવસ્થા