એક રિશ્તા

(36)
  • 3.4k
  • 6
  • 1.2k

અત્યાર સુધી અમારી બંનેની નજર ઘણી વાર એક થઇ હતી. પણ કોઈ દિવસ વાત નહોતી થઇ. પરંતુ એક ઘટના એ અમારી વાત શક્ય બનાવી. થયું એમ કે, એક દિવસ એ એના રુટીન પ્રમાણે દોડીને આવ્યા પછી કસરત કરતી હતી ત્યાં 4-5 છોકરાઓનું ટોળું આવીને બેસી ગયું. એમણે આ છોકરીને કસરત કરતી જોઇને એની મશ્કરી કરવાનું શરુ કર્યું અને ગંદી કમેન્ટ મારવા લાગ્યા. હું પણ મારી જગ્યા એ ઈયરફોન નાખીને સોંગ સાંભળતા બેઠો આ જોતો હતો. પહેલા તો મને ગુસ્સો આવ્યો. પણ છોકરીની સામે જોતા એ એકદમ નોર્મલ લાગી. છોકરી સ્ટ્રોંગ છે એમ જોઇને મેં પણ કોઈ એક્શન ના લીધા પણ છોકરીના શું રીએક્શન છે એ જોવાની મને આતુરતા હતી.