અજવાળાનું સરનામું

(18)
  • 2.2k
  • 2
  • 601

એ બપોરે અખિલેશે કંઈ જ ના ખાધું. સમાજ સેવિકા આવ્યા જ સાંજે. અખિલેશ રમીને આવ્યો કે તરત પહોંચ્યો દીવાન ખંડમાં. જાજરમાન ખંડમાં એવું જ જાજરમાન વ્યક્તિત્વ સોફા પર બેઠેલું. મોમ, મારે આજથી વેકેશન છે. ઓહ , ગ્રેટ! કયા ક્લાસીસ જોઈન કરવાનું વિચાર્યું છે ? યુ નો વ્હોટ , સેલ્ફ ડેવેલપમેન્ટ બહુ જરૂરી છે ચારિત્ર્ય નિર્માણ માટે…… ચશ્માને સરખા કરતા રાધિકા બેન બોલ્યા. કોઈ ક્લાસીસ નથી કરવા મારે મોમ, આ દિવાળી વેકેશન છે અણગમો ઉમેરી અખિલેશ બોલ્યો. દિવાળી પાંચ દિવસનો તહેવાર છે અને તારે રજા એક મહિનાની છે . આટલો બધો ટાઈમ વેસ્ટ કરાય ? હંમેશની જેમ આ વાત પણ આવી જ રીતે ચાલી.