આજે અખાત્રીજ થઇ હતી.તમામ ખેડૂતો.આજે ધરતીમાતા નું પૂજન કરી રહ્યા હતા..તે ખેડૂતોને જોઈને હું પણ શ્રીફળ અને પૂજનનો સામાન લઈ હું હમડીવાળા ખેતરે પોહંચ્યોં.ત્યા ખેતરની પૂર્વ દિશામા આવેલ હમડી ના ઝાડ નીચે બેઠો.અને ધરતી માતાને કંકુના પાંચ ચાંદલા કર્યા- ફૂલ મૂક્યા - અગરબત્તી ને દીવો પેટાવ્યો.ત્યાબાદ ત્રીક્મ અને કોદારાને ચાંદલા કરીને નાડાછડી બંધી... અલા એ સુમન , આમ સૂનમૂન શું બેઠો છે ? મારે આ શ્રીફળ વધેરવું છે.ક્યાંક ખેતરના ખૂણેથી પત્થર શોધી લાવ.. ચેતન્યા ઓય ચ્યોથી એ પત્થર મલ્વાનો વળી, ઓઇ મોટી સિવાઈ કશુ મળે.? તો લે ત્યારે તારું માથું ધર.ત્યા હારું ફૂટશે , આ શ્રીફળ .