પ્રેમની શરૂઆત - 5

(90)
  • 3.9k
  • 10
  • 1.8k

“હલ્લો?” તપન ટાઈ બાંધી રહ્યો હતો અને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. “હાઈ તપન!” સામેથી કોઈ છોકરીનો અવાજ આવ્યો. છોકરી અત્યંત ધીમા સાદે એટલેકે કોઈના કાનમાં આપણે ગુસપુસ કરતા હોઈએ એ રીતે બોલી. “હા.. તપન હિયર, હુ ઈઝ ધીસ?” તપને સવાલ કર્યો. “ચલો, તપન મને ઓળખી જાવ તો!” પેલી છોકરીએ કહ્યું. “એટલે?” તપન ટાઈની છેલ્લી નોટ બાંધવા જતોજ હતો અને છોકરીના જવાબને લીધે રોકાઈ ગયો. તપનની ટાઈ તો ન બંધાઈ પણ કોલ કટ થઇ ગયો. “હશે કોઈ...” વિચારીને તપને ફરીથી ટાઈ બાંધવાનું શરુ કર્યું અને નીકળી ગયો નોકરીએ. તપન મકવાણા હજી કુંવારો હતો, એમ કહોને કે કાચો કુંવારો હતો.