“રઘુ ભાઈની ગાડી સાથે અથડાઇ છે તેનું નુકસાન કેટલું હોય એ ખબર છે તને?” તે ગુંડા જેવો માણસ ફરી ઊંચા અવાજે બોલ્યો અને રેવા શું જવાબ આપવો ને ઉર્વીલને કેમ ઘરે પહોંચાડવો તે વિચારતી ઊભી રહી. તેને કઈંજ સમજાઈ રહ્યું નહોતું કે ઉર્વીલ તેની પાસે પડેલા વ્હીસ્કી ફ્લાસ્કમાંથી ઘૂંટ ભરતા ફરી નશામાં જ કારની બહાર ઉતર્યો અને પોતાની લાલઘુમ આંખો ચોળતા ચોળતા બોલી રહ્યો.“ગાડી જ અથડાઇ છે ને. એમાં આટલી રાડો શાની નાખો છો?”રેવા સમજતી હતી કે તકલીફ વધશે. આ સામે ઉભેલા માણસો કોઈ ગેંગના ગુંડાઓ જ લાગતાં હતા... આજુબાજુ ભીડ પણ જામવાં લાગી હતી અને રેવા વધુ તમાશો નહોતી