કચ્છ પ્રવાસ ભાગ 3૨૮/૧૨/૨૦૧૭ ગુરુવાર મારા ઉઠવાના નિત્યક્રમ પહેલાં ઘણો કોલાહલ સંભળાતો હતો. ધ્યાનથી સાંભળ્યું તો ત્યાં શૈક્ષણિક પ્રવાસમાં આવેલા નાના બાળકોનો અવાજ આવતો હતો. હું પણ ઉઠીને ગરમ પાણીએ બ્રશ કરી સવારે લટાર મારવા નીકળી પડ્યો. બહાર ઘોર અંધારું અને કડકડતી ઠંડી હતી. ચાલતા-ચાલતા ગુજરાત ટુરિઝમની હોટલ તોરણ સુધી પહોંચી ગયો. પણ ઘોર અંધારૂ હોવાથી આગળ જવું ઉચિત ના લાગ્યું, એટલે પાછો ધરમશાળા આવી ત્યાંના ચોગાનમાં જ દસેક આંટા મારી લીધા. બધા બાળકો તૈયાર થઈને બહાર બેઠા હતા. તેઓ પણ ચોગાનમાં દોડવા લાગ્યા અને ઠંડી ઉડાડવા લાગ્યા. શરીરમાં થોડો ગરમાવો આવવા લાગ્યો હતો. રૂમમાં જઈને બાથરૂમમાં નળમાંથી આવતું પાણી જોયું