ત્યારબાદ એન્ટ્રી થાય છે ડોકટર વશીકરણ (રજનીકાંત) અને નીલા (એમી જેક્શન)ની.નીલા પણ ચીટ્ટી ની માફક એક રોબટ જ છે જે ડોકટર વશીકરણ ને આસિસ્ટ કરે છે. આગળ જતાં અચાનક આખા શહેરનાં મોબાઈલ ગાયબ થઈ જાય છે.મોબાઈલ ગાયબ થવાનાં સીન ની સાથે લોકોનાં મોબાઈલ તરફનાં વળગણને સરસ રીતે હાસ્યાસ્પદ રીતે દર્શાવાયું છે.ત્યારબાદ મોબાઈલ નો ઉપયોગ કરી કોઈ શક્તિશાળી અદ્રશ્ય તાકાત દ્વારા હત્યાઓ શરૂ થાય છે.આખરે સરકાર ને જરૂર પડે છે ડોકટર વશીકરણનાં અદ્ભૂત રોબોટ ચીટ્ટી ની. શહેરમાં જ્યારે મોબાઈલ ક્રો-મેન આતંક મચાવી રહ્યો હોય છે ત્યારે ચીટ્ટીની એન્ટ્રી ખરેખર તાળીઓ પાડવા અને સીટીઓ વગાડવા મજબૂર કરી દે એવી છે.મોબાઈલ ફોન ક્યાં ગાયબ થાય છે એની તપાસ કરતાં....