તરસ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટના નવમાં માળની બાલ્કનીમાં બેઠેલી પલ્લવીએ પુસ્તકને બંધ કરી ગાર્ડનચેર પાસેના મેહોનીના નક્શીદાર સ્ટેન્ડ ઉપર મૂક્યું.સાફ આકાશને ચીરતું વિમાન ઘરઘરાટ છોડીને પસાર થઈ ગયું. આકાશી ધૂંધમાં એ ધીરે ધીરે ભૂંસાતું ગયું, ત્યાં સુધી પલ્લવી આંખ ઝીણી કરી જોતી રહી. એને વિચાર આવ્યો, મી. પદમાંકર – એના પતિને સૌ એ નામથી જ સંબોધતાં – બોર્ડિંગપાસ મેળવી એરપોર્ટની એક્ઝિક્યુટિવ લાઉન્જમાં અત્યારે કોચીન ફ્લાઇટના બોર્ડિંગ એનાઉસમેન્ટની રાહ જોતાં બેઠા હશે. મી. પદમાંકરની કન્સ્ટ્રકશન કંપની હતી, મુંબઈ અને સોલાપુરમાં ફ્લેટ હતાં. કમાણીની નિશાનીરૂપ તેમની એક વિદેશી ગાડી પણ પાર્કિંગમાં જોઈ શકાતી. સમૃદ્ધિનાં જોરે ઢળતી ઉંમરે પણ પોતાના જેવી જ્ઞાતિની યુવતી