રોજ સવારે રાત રહે જ્યારે પાછલી ષટ ઘડી સાધુ પુરુષ હોય એણે સુઈ જ રહેવું. ના. ટાઈપ ભૂલ નથી. હું કહું છું. શાસ્ત્રો કે શાસ્ત્રોના નામે કે ફોરવર્ડ મેસેજો ગમે તે કહે, મેડિકલ સાયન્સ તો કહે જ છે કે છેલ્લી પાછલા પહોરની એટલે કે કહેવાતા બ્રહ્મ મુહૂર્તની ઊંઘ રાત્રીમાં કરેલ રિપેરિંગ પર ફિનિશીંગ ટચ આપે છે અને એ ઊંઘ ન મળવાથી ઘણું નુકસાન શરીર, મગજ,મન, એ બધાના માલિકના કુટુંબીઓને સહન કરવું પડે છે. ચાલો, 7 કે 8 કલાકની ઊંઘ પતાવી તમેઉઠયા. કેટલા વાગે? 5? 6.30? 8.30? અરે ભાઈ, જાગ્યા ત્યાંથી સવાર ગણો. આ કહેવતવાળા બુમો પાડી કહી ગયા છે.