પાંચ દિવસ થઈ ગયા પગ લૂછનિયું પણ સરક્યું નથી

(16)
  • 4.8k
  • 4
  • 1.2k

(Vadodara, Alpesh sonavane)એ દિવસો હતા જ્યારે આપણાને એલાર્મ નહિ પણ ફટાકડા ફૂટવાનો ધડમધુમ... અવાજ સવાર સવારમાં ઊંઘ ઉઘાડતો. આકાશના અંધકારમાં રોકેટનાં રંગબેરંગી ચમકારા જોઈ મન પ્રફુલ્લિત થઇ જતું અને સૂર્યના કિરણો જમીન પર પડે તે પહેલાં સવાર સવારમાં ન્હાઈ- ધોઈને નવા ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને મિત્રોના ઘરે ઉપાડી જતાં. વડીલોના આશીર્વાદ સાથે ખાલી પાકીટમાં થોડા પૈસા આવી જતા. તેનો પણ અનોખો આનંદ હતો. મિત્રો સાથે બેસીને ગપ્પા સપ્પા મારતા અને ચોળાફળી, મઠિયાં, ચકરી, સેવ અને મીઠાઈની જયાફત ઉડાવતા. એ મજા કદી ભૂલી શકાય તેમ નથી. સવારથી લઇને સાંજ સુુુધી જીગરી (મિત્રો) અને આડોશ પાડોશના બધા જ ઘરે જઈ આવતા. સાંજ પડે કે