સવિતા એનું નામ. જન્મે ભલે એ વાલ્મિક સમાજની છે પણ મને એ મારી જાત કરતા પણ ઊંચી લાગી છે. અધિકારી તરીકે હું જે કાંઈ કામ ઉપાડું અને મારું નામ ઉજળું થાય તો એનો શ્રેય મારે આ સવિતા જેવા લોકોને આપી જ દેવો પડે. નગરપાલિકા એટલે નળ, ગટર અને રસ્તા સિવાય પણ એક પાસું વધુ ધરાવે છે અને એ છે કચરો...કચરામાં બધું જ હોય... કાગળ હોય, પ્લાસ્ટિક હોય, શાક-ફ્રુટના છિલકા હોય, ખીલી હોય, કાચ હોય, લાકડું હોય, ધાતુ હોય....બધું હોય પણ સૌથી નકામી એક વસ્તુ હોય તો એ છે સેનેટરી પેડ અને ડાઈપર્સ. આપણે સુશિક્ષિત