મનસ્વી - ૨

(105)
  • 6.7k
  • 10
  • 4.1k

“હાય, મનસ્વી કેમ છે તું? બહુ દિવસે આપણે મળ્યા!” “હા યાર!” કહી કશ્તી એને ભેટી પડી. કશ્તી અને મનસ્વી સાથે હોય ત્યારે એ બન્ને કોલેજજીવનમાં હતા તેવાં નિર્દોષ અને તોફાની બની જતાં. “ ઓયે, બસ આમ બહાર જ ઉભા રહેવાનો વિચાર છે કે સીસીડીમાં અંદર જઈને બેસવું છે?” “ના રે! ચાલ, અંદર જઈને બેસીએ” કહી મનસ્વીએ કશ્તીને ધબ્બો માર્યો. બંને એકબીજાનો હાથ પકડી અંદર એક ખૂણામાં બે ખુરશીવાળું ટેબલ હતું ત્યાં જઈને બેઠા. “અરે મનસ્વી, સ્તુતિ કેમ છે? એને લઈને ન આવી?”