એક ધક્કો

(63)
  • 2.9k
  • 22
  • 835

એક ધક્કો ભાવનગર પાસેના વેળાવદર નામના નાનકડાં ગામમાં પોસ્ટ ઑફીસ પણ ના હતી, પણ ભીખુ પોસ્ટ માસ્તર પોતાની જૂનવાણી સાઇકલ લઈને આખાયે ગામમાં ટપાલ આપી જતો. આશરે ચાલીસી વટાવી ચૂકેલ, ખીલના ડાઘા વાળા ચહેરા પર આછી સફેદ દાઢી અને કાન સુધી આવેલા સફેદ વાળની લટો લહેરાવતો ભીખુ પોસ્ટ માસ્તર વેળાવદર ગામના ચોરેથી પોતાની ખખડધજ સાઇકલની ઘંટડી વગાડતા પ્રવેશે કે ગામ આખાના અડધા નાગાપૂગા ટાબરીયા દોડી આવતાં. ભીખુ પોસ્ટમાસ્તર ગામના ચોરે આવે કે ગામના લોકો ટોળે વળગે. વેળાવદર ગામ આમ અંતરિયાળ એટલે ગામના ઘણાં જુવાનિયા પૈસા કમવવા અલગ અલગ શહેરોમાં જાય. ત્યાંથી પોતાના ઘરે ટપાલ લખી ખબર અંતર પૂછે કે મહિના