ભેદી ટાપુ - 8

(395)
  • 15.2k
  • 26
  • 10k

નેબ જરાપણ હાલ્યોચાલ્યો નહીં. પેનક્રોફટે એક જ શબ્દ ઉચ્ચાર્યો: “જીવે છે?” તેણે પૂછ્યું. નેબે કંઈ જવાબ ન આપ્યો. સ્પિલેટ અને ખલાસીના મુખ્ય ઉપરથી લોહી ઊડી ગયું. હર્બર્ટે જોરથી મુઠ્ઠી વાળી અને સ્થિર ઊભો રહ્યો. બિચારો હબસી દુઃખમાં ડૂબી ગયો હતો. તેણે તેના સાથીઓને જોયા ન હતા કે, ખલાસીનો અવાજ સાંભળ્યો ન હતો. સ્પિલેટે નીચા નમીને હાર્ડિંગની છાતી પર પોતાના કાન રાખ્યા.